Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

બિલ્ડર- 'દિકરાનું ઘર' વૃધ્ધાશ્રમના સભ્ય કિરીટભાઇ પટેલનો જન્મદિન

રાજકોટઃ મુળ જસદણના વતની અને વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયેલા મોઢ વણિક સમાજના અગ્રણી અને 'દિકરાનું ઘર' વૃધ્ધાશ્રમના કારોબારી સભ્ય તરીકે સક્રિય ભૂમિકા  ભજવતા કિરીટભાઇ ચંદુભાઇ પટેલનો આજે ૬૩મો જન્મદિવસ છે. વ્યવસાયે બિલ્ડર એવા કિરીટભાઇ જસદણ હવેલીના પ્રમુખ તરીકે મોઢ વણિક સમાજના માર્ગદર્શન સભ્ય તરીકે સેવા આપી રહયા છે. મશીનરી સ્પેર પાર્ટસના બીઝનેશ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેમના જન્મદિવસે 'દિકરાનું ઘર'નું વૃધ્ધાશ્રમના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, હસુભાઇ રાચ્છ, કિરીટભાઇ આદ્રોજા, પ્રજ્ઞેશ સુરાણી, ઘનશ્યામભાઇ રાચ્છ, રાકેશ ભાલાળા, સુનીલ મહેતા તેમજ સમગ્ર ટીમના સભ્યોએ શુભેચ્છા પાઠવી છે. (મો.૯૮૭૯૮૭૧૮૧૮) 

(3:23 pm IST)