Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ડીસીપી મનોહરસિંહ જાડેજાનો જન્મદિવસ

૪૫મા જન્મદિને યુવા અધિકારીને ઠેર-ઠેરથી શુભકામના

રાજકોટ તા. ૨૬: શહેર પોલીસના કાર્યદક્ષ ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. ૨૬ ફેબ્રુઆરી ૧૯૭૫ના રોજ જન્મેલા શ્રી મનોહરસિંહ જાડેજાનો આજે ૪૫મો જન્મદિવસ છે. જોમ જુસ્સા અને તરવરાટથી ભરપૂર એવઆ આ અધિકારીને મોટી સંખ્યામાં વિશાળ મિત્રવર્તુળ, અધિકારીઓ અને સગા સ્નેહીઓ તરફથી અનેકાનેક શુભેચ્છાઓ મળી રહી છે.  ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની શ્રી મનોહરસિંહ જાડેજાએ રાજકોટ શહેરમાં ઝોન-૨ તરીકે ચાર્જ સંભાળ્યો છે અને ટ્રાફિક વિભાગ સહિતની મહત્વની જવાબદારી પણ નિભાવી છે. અગાઉ પ્રોબેશન પિરીયડ દરમિયાન તેમણે બનાસકાંઠામાં રાજપીપળા ખાતે ચાર વર્ષ સુધી એસીપી તરીકે ફરજ બજાવી હતી. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પણ તેમને સારો અનુભવ છે. ધોળકા એસીપી તરીકે દસ મહિના કામગીરી કરી હતી. એ પછી તેઓને રાજકોટ શહેરમાં ડીસપી તરીકે મુકવામાં આવ્યા હતાં.

તેઓ સતત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચના અને માર્ગદર્શન હેઠળ ગુનાખોરીને કાબુમાં લેવા સક્રિય  છે. રાજકોટમાં કાર્યકાળ દરમિયાન શ્રી જાડેજા સતત ટ્રાફિક, સ્પાના અડ્ડા, દારૂ-જૂગારના ધંધાર્થીઓ પર ધોંસ સહિતની કામગીરી કરી શહેરમાં કાયદો વ્યવસ્થા કાયમ રહે તે માટે પ્રયત્નશીલ રહ્યા છે. ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજાને મિડીયા મિત્રો તરફથી પણ શુભેચ્છાઓ મળી રહી છે. જન્મદિવસની ઉજવણી શ્રી મનોહરસિંહ જાડેજાએ પોતાના નિવાસસ્થાને હોમ હવનનું આયોજન કરી પરિવારજનો સાથે કરી હતી.

(1:03 pm IST)