Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

અસલમેં વહી જીવન કી ચાલ સમજતા હૈ,જો સફર કી ધૂલ કો ગુલાલ સમજતા હૈ.

પરોઢના સોનેરી ઉજાસ જેવા પ્રદીપ ખીમાણીનો જન્મદિન

રાજકોટઃ ઉઘડતી સવારના સોનેરી ઉજાસ જેવા રાજનેતા સેંકડો લોકોના હૃદયવાસી અને જૂનાગઢ નિવાસી શ્રી પ્રદીપ ખીમાણીનો જન્મ તા. ૨૬ ફેબ્રુઆરી ૧૯૫૯ના દિવસે થયેલ. આજે બાંસઠમાં વર્ષના કમાડ ઉઘાડયા છે. તેઓ જૂનાગઢની જાણીતી શિક્ષણ સંસ્થા સરસ્વતી સ્કૂલના સંચાલક છે. ગિરનાર રોપ વે યોજનામાં તેમનું મહત્વનું યોગદાન છે. ભાજપ નગરપાલિકા સેલના પ્રદેશ સંયોજક છે.

શ્રી પ્રદીપ ખીમાણી ભૂતકાળમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. પાંચ વિષયોમાં એમ.કોમ.ની પદવી ધરાવે છે. આંકડાકીય ગણિતની જેમ તેમનું રાજકીય 'ગણિત' પણ પાકુ છે. સળગાવવામાં નહિ પણ પ્રગટાવવામાં માનનારા માનવી છે. તેમને ભારત જ્યોતિ, બેસ્ટ સીટીઝન ઓફ ઈન્ડીયા, ઈન્દીરા ગાંધી સદ્ભાવના એવોર્ડ, ઈન્ડિયા શિક્ષારત્ન, ઈન્ટરનેશનલ આઈકોન સહિત શ્રેણીબદ્ધ એવોર્ડ મળ્યા છે. ભાજપ સંગઠનમાં પ્રસંગોપાત તેમને મહત્વની જવાબદારીઓ સોંપાતી હોવાથી વ્યાપક પ્રવાસ રહે છે. તેમની ઉત્કૃષ્ટ કાર્યશૈલી એવો સંદેશ આપે છે કે 'ચાલો, ફરીએ... માર્ગમાં જે મળે તેને હૃદયનું વહાલ ધરીએ...

ફોન નં. ૦૨૮૫ - ૨૬૨૫૩૮૮, મો. ૯૪૨૬૭ ૧૭૦૦૦ - જૂનાગઢ

(9:58 am IST)