Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ગરણીવાળા શાસ્ત્રી શંકરમહારાજ જોષીનો જન્મ દિવસ : ૫૮ માં પ્રવેશ

રાજકોટ તા. ૨૫ : દેશ વિદેશમાં ૫૦૦ થી વધુ કથા- સત્સંગ કરી સનાતન ધર્મનો પ્રચાર કરી રહેલા પૂ. શાસ્ત્રી શંકરમહારાજ જોષી (ગરણીવાળા હાલ રાજકોટ) નો આજે જન્મ દિવસે છે. ૫૮ માં વર્ષમાં પ્રવેશ  કરેલ છે. કષ્ટભંજનદેવ ચેરી. ટ્રસ્ટના માધ્યમથી ગૌ શાળા અને મંદિર નિર્માણના અનેક કામો કરાવ્યા છે.  સંસ્કૃતિ વિશારદ અને સારા ચિત્રકાર તેમજ સંગીતકાર પણ છે. અમરેલી જિલ્લાના બાબાપુર પીટીસી કોલેજનાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી ચુકયા છે. જયોતિષ ક્ષેત્રનો સુવર્ણચંદ્રક ગ્યાની ઝૈલસિંહના હસ્તે મેળવેલ છે. પદ્દમશ્રી લેખક જીવરામ જોષી અને દિગ્ગજ લેખક દિનુભાઇ જોષીના ભત્રીજાના દિકરા થાય છે. આજે તેમના જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૮૨૪૮ ૧૧૯૧૩ છે.

(11:34 am IST)