Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

વોર્ડનં. ૭ના કોર્પોરેટર મીનાબેન પારેખનો જન્મદિન : ૬૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય અને વોર્ડનં. ૭ના કોર્પોરેટર એવા મીનાબેન પારેખનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૫ વર્ષ પૂરા કરીને ૬૬માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. મીનાબેન ની જન્મભૂમિ અને કર્મભૂમિ રાજકોટની રહી છે.  પોતાના પિયર પક્ષ સોમૈયા પરિવાર પણ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયેલો છે. તેમજ તેઓના પતિ અનિલભાઇએ વીસ વર્ષ સુધી શહેર ભાજપના કાર્યાલય મંત્રી તરીકે જવાબદારી સંભાળેલ તેમજ વર્તમાનમાં  અનિલભાઇ પારેખ શહેર ભાજપના કોષાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળે છે.ગત કોર્પોરેશનની ચૂંટણીમાં પણ તેઓ જુના વોર્ડનં. ૮ માં થી ભાજપમાં લડયા હતા. તેઓએ રઘુવંશી સમાજનું પણ ગૌરવ વધાર્યુ છે. વર્તમાનમાં તેઓ સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તરીકે સક્રિય છે. આજે તેમના જન્મદિવસે તેમના પુત્રવધુ દિપાબેન પૌત્ર શુભમ તેમજ કેનેડા સ્થિત પુત્રી લીઝા પડિયા, જમાઇ જીજ્ઞેશ પડિયા અને દોહીત્ર અર્જુન પડિયા સહીતના એ મીનાબેન અનિલભાઇ પારેખને મો. ૭૬૦૦૪ ૧૪૪૫૮ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(3:33 pm IST)