Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

લોકસાહિત્યકાર હાસ્ય કલાકાર હરપાલસિંહ બારડનો આજે જન્મદિવસ

રાજકોટઃ જાણીતા લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર હરપાલસિંહ બારડનો આજે જન્મદિવસ છે. તેઓ આકાશવાણી તેમજ ટીવીમાં અનેક કાર્યક્રમો આપી ચૂકાયા છે. તેઓએ અનેક ગામ અને શહેરોમાં લોકડાયરા અને હાસ્યના કાર્યક્રમો આપી અને સારૂ એવું નામ લોકડાયરાની દુનિયામાં રોશન કર્યું છે. હાલમાં અસંખ્ય આલ્બમ જુદી જુદી રીતે અનેક  કેસેટ કંપનીઓ દ્વારા બહાર પડી ચુકી છે. તેઓએ કર્ણાટક રાજયપાલ શ્રી વજુભાઇ વાળાના હસ્તે સન્માન પ્રાપ્ત કરી ચુકયા છે. અને હાલમાં પોતાની યુ-ટયુબ ચેનલ હરપાલ બારડ ઓફીશીયલ કાર્યરત છે. એના માધ્યમ થકી તેમના કાર્યક્રમને અનેક લોકો નિહાળી રહયા છે. આજે જન્મદિન પ્રસંગે કલાકારો તેમજ સગાસ્નેહીઓ તેમજ મિત્રો અને વિવિધ ક્ષેત્રના અગ્રણી હરપાલસિંહ બારડને મો.૯૮૨૪૫ ૪૫૦૬૬ પર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:52 am IST)