Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

એવોર્ડી ટીચર્સ ફેડરેશનના પ્રમુખ ડો.પ્રવિણ નિમાવતનો જન્મદિવસ

રાજકોટઃ શિક્ષણ જગતના ઘરેણા સમાન કવિ, કટાર લેખક અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજય અને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત ડો.પ્રવીણભાઇ નિમાવતનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૨ વર્ષ પુર્ણ કરી ૫૩માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. શિક્ષણ ક્ષેત્રે પ્રસંશનિય કાર્યપધ્ધતી અને સેવાકીય અભિગમને ધ્યાનમાં લઇને ગુજરાત રાજયના રાજય-રાષ્ટ્રીય એવોર્ડ ટીચર્સ એસોસીએશનના પ્રમુખપદે વરણી થયેલ છે. શ્રી અવધુત એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અવધગંગા માસીક મુખપત્રના તંત્રી તેમજ સૌ.યુની.ના સ્ટડી બોર્ડમાં દીર્ધકાલીન સેવા આપનાર કલમના કસબી એવા ડો. પ્રવીણભાઇ નિમાવતના પુસ્તકોનું વિમોચન મોરારીબાપુ તેમજ શ્રી શ્રી રવિશંકરજી એ કરેલ. નારી જાગૃતિ અને બેટી બચાવો વિષે જેઓનો વાર્તાલાપ રેડીયો પર નારી જગત અંતર્ગત પ્રસારીત થાય છે. પ્રવિણભાઇ ''દિકરાનું ઘર'' (વૃધ્ધાશ્રમ) ઢોલરાના કારોબારી સદસ્ય, શ્રી અવધુત ક્રેડીટ કો.ઓપ.સોસાયટીના માર્ગદર્શક પણ છે. હાલ તેઓ શ્રી તિરૂપતિ પ્રા. શાળાના આચાર્ય તરીકે સેવા આપી રહયા છે. (મો.૯૪૨૬૨ ૫૦૫૦૩)

(3:46 pm IST)