Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રાજકીય પીચ પર અણનમ ડો. મનીષ દોશીનો વન પ્રવેશ

રાજકોટ તા. ૧૭ : ગુજરાતની રાજકીય પીચ પર વર્ષોથી અણનમ રહેલા પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ આજે ચમકતા-દમકતા જીવનનો વન પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે.

હાલ અમદાવાદ સ્થિત ડો. મનીષ દોશીનો જન્મ તા.૧૭ જુલાઇ ૧૯૬૯ ના દિવસે થયેલ આજે એકાવનમાં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છ.ે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકે તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. ધો. ૧૦ અને ધો. ૧ર પછી શું ? તે અંગેના માર્ગદર્શક પુસ્તકોનું તેમણે સંપાદન કર્યું છે. રાજકીય નિવેદનો અને જાહેર ચર્ચામાં ફટકાબાજીમાં નિષ્ણાંત છે. તેમના સબંધોનું વર્તુળ વ્યાપક છે.

મો.૯૪ર૬૦ ૦૧પ૯૯ અમદાવાદ

(9:54 am IST)