Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સેવાભાવી બિસ્કીટ કાકા મનસુખદાદા ગગલાણીનો જન્મદિન

ભાવનગર તા. ૧૬: ૧૪ વર્ષની વયે જયા વ્યકિત પોતાની જ સમસ્યા ઉકેલવામાં સક્ષમ હોય એ ઉંમરથી જ લોકહિતના કાર્યોમાં જોડાયેલા દીતલા (અમરેલી) ના વતની બિસ્કિટ કાકા મનસુખદાદા ગગલાણીનો બુધવાર તા. ૧૭/૭/ર૦૧૯ના જન્મ દિવસ છે.

છેલ્લા સાત દાયકાથી આદિવાસી વિસ્તાર જેવા કે વસઇ (મહારાષ્ટ્ર), નંદીગ્રામ (દ.ગુ. વલસાડ) બોપી, સાવરમાળ નાલા સોપારા, વિરારમાં જરૂરીયાત મંદોને અનાજ વિતરણ મકરસંક્રાંતના બાળકોને લાડુ પતંગ શીયાળામાં બોર, ગાંઠીયા સમુહ લગ્ન, નોટબુક પુસ્તક બાળકોને સ્વમાનભેર દાતાઓના સૌજન્યથી અર્પણ કરે છે. બિસ્કિટ કાકાએ આદિવાસી કન્યા કેળવણીની બે છાત્રાલયોનું નિર્માણ હાથ ધરેલ છે. ૮૭ વર્ષના દાદાજીનો જન્મોત્સવની    રળીયામણી   ઘડીએ મો. ૯૭૬૯૬ ૦૧૬૪૦ E-mail-manishdave1461@gmail. com દ્વારા શુભેચ્છા પ્રાપ્ત થઇ રહેલ છે. (૭.૧૭)

(11:47 am IST)