Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

જસદણ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાવનો જન્મ દિવસ

જસદણ તા. ૭ : જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાવનો આજે જન્મ દિવસ છે. પંકજભાઈનો તા.૭-૭-૧૯૭૨ના રોજ જન્મ થયેલ ગ્રેજયુએટ સુધી અભ્યાસ કરેલ અને વિદ્યાર્થી કાળથી રાષ્ટ્રવાદ રંગે રંગાઈ ને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અને જસદણ નગરપાલિકામાં ત્રણ વાર કારોબારી ચેરમેન પદ ઉપર રહી ચૂકયા છે અને ૨૦૦૩ થી જસદણ નગરપાલિકાના રાજકારણમાં જોડાયેલ જસદણ શહેર ભાજપમાં પણ મહત્વના હોદા એટલે કે શહેર ભાજપ મહામંત્રી બે ટર્મ સુધી, શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે તેમજ રાજકોટ જિલ્લા ભાજપમાં નગરપાલિકા સેલના સહ કન્વીનર તેમજ અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ છે. જસદણ ઇલેકટ્રોનિક એસોસિયનના પ્રમુખ તેમજ શિહોરી એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપતા અને હાલ જસદણ નગરપાલિકાના ઉપપ્રમુખનાઅને વેપારી આગેવાન પંકજભાઈ ચાવના જન્મદિવસ નિમિત્ત્।ે આજે તેમના મોબાઇલ નંબર ૯૪૨૬૯૩૦૬૫૦ ઉપર જન્મ દિવસની શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

(11:37 am IST)