Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સંતો કે ચરનોમેં શીશ ઝુકાના હૈ, શ્રીહરિ કો પાના હૈ

વસંતભાઈ લીંબાસિયા કાલે ૫૯ પાર, ગુરૂકૃપા અપરંપાર

કાગદડીના પૂર્વ સરપંચનો ષષ્ઠિ પૂર્તિ વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જય સ્વામિનારાયણ... આ મધુર મંત્ર જેના હૈયે અને હોઠે વસેલો છે તેવા સુપ્રસિદ્ધ હરિભકત વૃંદાવન ડેરીવાળા શ્રી વસંતભાઈ લીંબાસિયાનો જન્મ ૧૯૬૧ના વર્ષની ૫ જુલાઈએ થયેલ. આવતીકાલે રવિવારે ભકિતમય જીવનના સાંઈઠમાં વર્ષના દરવાજે ટકોરા મારશે.

મૂળ ટંકારા પાસેના કાગદડીના વતની વસંતભાઈ લીંબાસિયાએ વર્ષો સુધી ગામમાં સરપંચ તરીકે સેવા આપેલ. લીંબાસિયા પરિવાર સોશ્યલ ગ્રુપ, સાંકેત સોસાયટી, લેઉવા પટેલ પરિવાર સોશ્યલ ગ્રુપ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, ગ્રેટર ચેમ્બર, સ્વામિનારાયણ ગુરૂકુળ વગેરે સંસ્થાઓમાં તેમનું ઉલ્લેખનીય યોગદાન છે. જોગાનુજોગ આવતીકાલે ગુરૂપૂર્ણિમા અને ગુરૂકુળમાં બિરાજમાન ભગવાનનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. ૧૨ વર્ષ પહેલા લીંબાસિયા પરિવારના આંગણે મૂર્તિ અને સંતોની પધરામણીનો ભવ્ય ઉત્સવ ઉજવાયેલ. કાલે જન્મદિન નિમિતે સંતો અને ઠાકોરજીની વિશેષ સેવા તથા વૃદ્ધાશ્રમમાં મિષ્ટ ભોજન આપવાનું આયોજન છે. આવતીકાલના જન્મદિન નિમિતે આજથી જ વસંતભાઈનો ફોન રણકવાનું શરૂ થઈ ગયુ છે.

મો. ૯૯૨૫૦ ૧૩૨૧૫ - રાજકોટ

(11:23 am IST)