Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કેન્દ્રના શહેરી વિકાસના સંયુકત સચિવ ડી.થારાનો જન્મદિન

રાજકોટ : ભારત સરકારના આવાસ અને શહેરી વિકાસને લગતી બાબતોના મંત્રાલયમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા ડી. થારાનો જન્મ તા. ૩ જુલાઇ ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે પ૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ તામીલનાડુના વતની અને ૧૯૯પ ની બેચના ગુજરાતના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ડી. થારા અગાઉ અમદાવાદમાં કલેકટર, મ્યુનિસીપલ કોર્પોરેશનનમાં નાયબ કમિશનર, ઔડામાં મુખ્ય કારોબારી અધિકારી, જી. આઇ. ડી. સી.ના મેનેજીંગ ડીરેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮પ ૩૩૩૪૪ નવી દિલ્હી.

(11:13 am IST)