Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જોગાનુજોગ આજે ડોકટર્સ-ડે

હરસ, મસા, ભગંદરના નિષ્ણાત ડો.એમ.વી.વેકરીયાનો જન્મદિવસ

રાજકોટઃ ચિકિત્સા અને સામાજીક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપી રહેલ જાણીતા પ્રોકટોલોજીસ્ટ ડો.એમ.વી. વેકરીયાનો આજે જન્મદિન છે. આજે ૧ જુલાઈ, ડોકટર્સ-ડે છે, જોગાનું જોગ આજના દિવસે સામાજીક અને તબીબી ક્ષેત્રે પોતાની અનન્ય સેવાઓ વડે હંમેશા અગ્રેસર રહેતા શહેરના ડો.એમ.વી.વેકરીયા જૂનાગઢ જીલ્લાના નવાગામમાં એક સતસંગી ખેડૂત શ્રી વિરજીભાઈના પરીવારમાં જન્મ્યા હતાં. છેલ્લા ૩૪ વર્ષોથી તેઓ તબીબી ક્ષેત્રે તેમજ સેવાકીય ક્ષેત્રે યશસ્વી કામગીરી કરી રહેલ છે. તેઓ ૧૯૯૫માં પણ ભાજપ ડોકટર્સ સેલમાં કન્વીનર પદે બિરાજમાન થયા હતા અને આજે તેઓ સતત ત્રીજી ટર્મમાં પણ બીજેપી ડોકટર્સ સેલમાં સહકન્વીનર પદ પર સેવા આપી રહ્યાં છે. ડોકટર્સ એસોસીએશનમાં સતત સક્રિય રહીને તબીબી સેવાઓ આપતા ડો.એમ.વી. વેકરીયા એકદમ મૃદુ, સરળ અને સેવાભાવને વરેલા છે. તેમણે જામનગર યુનિવર્સિટીથી સ્નાતકની પદ્વી મેળવ્યા બાદ બનારસ યુનિવર્સિટીમાંથી પ્રોકટોલોજીની ડિગ્રી મેળવી હરસ, મસા- ભગંદરના નિષ્ણાત તરીકે સેવાઓ આપવાનો પ્રારંભ કર્યો હતો. હરસ, મસા-ભગંદરની સારવાર માટે સતત નવી નવી પધ્ધતિઓ તેમજ ટેકનોલોજીઓનો અભ્યાસ કરી વિશ્વની અતિ આધુનિક સારવાર પધ્ધતિઓ સૌરાષ્ટ્રમાં ઉપલબ્ધ કરી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે હરસના સફળતા પૂર્વક ઓપરેશન કરી હરસ, મસાની સારવાર માટે રાહબર બની ચૂકયા છે. તેઓ  દર બુધવારે સાંજે ૬ થી ૮ કાયમી ધોરણે આર્થિક રીતે ગરીબ દર્દીઓને રાહત દરે તેમની એસ્ટ્રોન ચોક, રાજકોટ સ્થિત તેઓની હરસ- ભગંદરની સુશ્રુત પાઈલ્સ હોસ્પિટલ પર સેવાઓ આપી રહેલ છે.

તેઓ રાજકોટ ડોકટર્સ ફેડરેશનના ચીફ એડવાઈઝર તરીકે, તેમજ કાલાવડ-  યુનિવર્સિટી રોડ ડોકટર્સ એસોસીએશનના પૂર્વ પ્રમુખ રહી સેવા આપેલ અને હાલમાં સતત દસ વર્ષથી ચેરમેન તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓ દેશ- વિદેશની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેતા રહે છે. ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ધનવંતરી એવોર્ડ તથા લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને સૌરાષ્ટ્રના બેસ્ટ પ્રોકટોલોજીસ્ટનો એમીનન્સ એવોર્ડ પણ પ્રાપ્ત કરી ચુકયા છે. તેઓએ લાયન્સ કલબ, જેસીઝ કલબ, બોલબાલા ટ્રસ્ટ, સરગમ કલબ તથા મધુરમ કલબમાં પણ અનેક વખત સન્માન એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તેઓએ ગુજરાત મેડીકલ બુલેટીન માસિક મેગેઝીનમાં ૧૧ વર્ષ સુધી મેનેજીંગ ડાયરેકટર તરીકે સેવા આપેલ છે. બહોળુ મિત્રવૃંદ અને ડોકટર મિત્રોમાં અપાર લોકચાહના ધરાવતા  ડો.વેકરીયા મો.૯૮૨૪૦ ૬૬૩૨૧ શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે.

(11:25 am IST)