Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ચંદ્રેશ કોટક ઝીંદાબાદ... અધિક કલેકટરનો જન્મદિન

રાજકોટ :.. ગુજરાતના વહીવટી ક્ષેત્રે ખંત, ખૂમારી અને ખેલદિલી માટે જાણીતા  અધિક કલેકટર શ્રી ચંદ્રેશ સી. કોટકનો જન્મ તા. ૩૦ જુન ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે પ૪મા ંવર્ષની કેડીએ   કદમ માંડયા છે.

શ્રી સી. સી. કોટક મુળ મોરબીના વતની છે. ભૂતકાળમાં વીરમગામમાં મામલતદાર, તત્કાલીન કેબીનેટ મંત્રીઓ આનંદીબેન પટેલ અને કૌશિક પટેલના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. હાલ રાજય કક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ યોજનાના જનસંપર્ક અધિકારી તરીકે કાર્યરત છે. તેમના  પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે.

ખુશી સે બીતે હર દિન, હરપલ સુહાની હો, 

જીસ તરફ આપકે કદમ પડે,  વહોં ફુલો કરી બરસાત હો.

ફોન નં. ૦૭૯ ર૩રપ૦૦૭ર ગાંધીનગર

(3:56 pm IST)