Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કાયદા ક્ષેત્રે રાજકોટનું ગૌરવ વધારનાર તુષાર ગોકાણીનો જન્મદિવસ : ૩૯માં પ્રવેશ

રાજકોટ, તા. ર૯ : રાજકોટના જાણીતા અને બાહોશ એડવોકેટ તુષાર ગોકાણીનો આજે  જન્મદિવસ છે. તા. ૨૯/૦૬/૧૯૮ર રોજ જન્મેલા તુષાર ગોકાણી વકીલાત ક્ષેત્રે  ઝળહળતી કારર્કિદી સાથે સફળતમ જીવનયાત્રાના ૩૮ વર્ષ પુરા કરી ૩૯માં વર્ષમાં મંગલ  પ્રવેશ કરી રહયાં છે.   

ખૂબ જ યુવાન વયે વકીલાતની કારર્કિદીમાં તેમણે અનેક ફોજદારી અને દિવાની  કેસોમાં સીમાચિહનરૂપ ચુકાદાઓ મેળવ્યા છે અને તેની નોંધ ફકત ગુજરાત જ નહીં, પરંતુ  સમગ્ર દેશમા લેવામાં આવી છે. હોશપૂર્વકના હોમવર્ક અને જોશીલી જબાન સાથે કોર્ટમાં  તેમના દ્વારા કરાતી તર્કબધ્ધ દલીલોએ અનેકને ન્યાય અપાવ્યો છે. માત્ર સ્થાનિક કોર્ટ જ  નહીં, પરંતુ ગુજરાત સહિત દેશના અન્ય રાજયોની હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટ સુધી લડત  આપીને તેમણે અનેક કેસોમાં મહત્વપૂર્ણ ચુકાદા મેળવી અસીલો તથા સીનીયર વકીલોની  દપ્દ મેળવી છે.    તેઓ વિશ્વભરમાં જાણીતી એમેઝોન, ડેલ, એમવે, મોન્ટ બ્લેન્ક સહિતની નાંમાકિત  મલ્ટીનેશનલ કંપનીઓના વકીલ તરીકે સેવા આપેલ છે. એડવોકેટ તુષાર ગોકાણી તેમના  સીનીયર અભયભાઈ ભારદ્દાજને તેમના વ્યવસાયિક ગુરૂ માને છે અને પોતાની સફળતાનો  સંપૂર્ણ શ્રેય પોતાના માતા-પિતા તથા ગુરૂને આપે છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી  ભાષા પરનું એડવોકેટ તુષાર ગોકાણીનું પ્રભૃત્વ કાબીલેદાદ છે.   

સૌરાષ્ટ્રની ઓળખ સમાન ગીરના સિંહને મધ્યપ્રદેશમાં સ્થળાંતરીત થતા અટકાવવા  માટે તુષાર ગોકાણીએ સુપ્રિમ કોર્ટમાં કરેલી પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન હોય કે સ્પેશ્યલ  પ્રોસીકયુટર તરીકે સફળતાપુર્વક જામજોધપુર કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં પોલીસ  અધીકારીઓને કરાવેલ સજાનો કેસ હોય કે પછી કોઈ આરોપીને-કાયદાની આટીદ્યુંટી પાર  કરી નિર્દોષ છોડાવવાનો કેસ હોય તમામ સંજોગોમા તેઓ ખુબ જ ખંતપુર્વક કેસો લડી  અસીલોને ન્યાય અપાવેલ છે.   

હાલ સામાજીક ક્ષેત્રેતેઓ રાજકોટ લોહાણા મહાજનની કોર કમિટીના સભ્ય છે  તેમજ અનેક ચર્ચાસ્પદ કેસોમાં સરકાર વતી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તથા  આરોપીઓ વતી બચાવપક્ષે હોંશપુર્વક તથા નૈતીકતાના ઉચ્ચ મુલ્યોને અનુસરી પોતાની  વ્યવસાયીક કારર્કિદી આગળ ધપાવે છે.   

જીવનના આગામી વર્ષોમાં તેઓ અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે તેવી  જન્મદિને મિત્રો, સગાસ્નેહી દ્વારા હાર્દિક શુભકામનાઓ સાથે તેમના મો.નં. ૯૮૨૪૨  ૯૫૫૫૭ ઉપર આજે સવારથી શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(3:44 pm IST)