Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

આંતરરાષ્ટ્રીય ક્ષત્રિય રાજપૂત સંઘના પ્રમુખ- ઉદ્યોગપતિ પી.ટી.જાડેજાનો જન્મદિવસ

રાજકોટઃ અગ્રણી ક્ષત્રિય ઉદ્યોગપતિ, દાનવીર, કન્યા શિક્ષણ અને કન્યા કેળવણીના પ્રખર હિમાયતી, સૌરાષ્ટ્ર- કચ્છમાં નિર્માણ પામેલ ચાર ક્ષત્રિય રાજપૂત કન્યા છાત્રાયલના પાયાના પથ્થર સમા અને આઈએસએસ- આઈપીએસ સ્ટડી સેન્ટર, અમદાવાદના પ્રમુખ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષત્રિય રાજપૂત સંઘના  પ્રમુખ, વિશ્વ સ્તરે પથરાયેલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ પ્રમુખ તથા રાષ્ટ્રીય કક્ષાએ ક્ષત્રિય રાજપૂત સમાજના ઉત્થાન માટે કાર્યરત એવી ઘણી બધી સંસ્થાઓમાં પ્રમુખ/ ટ્રસ્ટી તરીકે સેવા આપનાર, તેજાબી શૈલીના વકતવ્ય અને સત્ય વાણી માટે ક્ષત્રિય સમાજમાં આગવું સ્થાન ધરાવતા અને તાજેતરમાં ક્ષત્રિય સમાજમાં ઐતિહાસિક કહી શકાય એવું રોકડા રૂપિયાથી તોલવાનું બહુમાન મેળવનારા પી.ટી.જાડેજાનો ૨૮મી જુને જન્મદિવસ હતો. તેઓએ સફળતમ જીવનયાત્રાના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

વ્યવાસયિક ક્ષેત્રે કન્સ્ટ્રકશન અને અન્ય બિઝનેશમાં સફળ વ્યવસ્થાપક તરીકે પ્રસ્થાપિત થયેલ અને ક્ષત્રિય રાજપૂત સમાજને વિશ્વના ફલક પર લઈ જઈને ક્ષત્રિય સમાજમાં વિશ્વ સ્તરે એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરનાર, તેમજ કન્યા કેળવણી માટે ૮ જિલ્લાઓમાં રથયાત્રાનું આયોજન કરી ૧૨૦૦ ગામોનો પ્રવાસ કરી કન્યા કેળવણી ક્ષેત્રે જબરદસ્ત ક્રાંતિ લાવવામાં સફળ રહ્યા છે. જેથી આજે દરેક છાત્રાલય હાઉસફુલ રહે છે. અમદાવાદ ખાતે તાજેતરમાં આઈએએસ- આઈપીએસ સફળતા મેળવનાર શ્રી પી.ટી. જાડેજા પર સમાજની સંસ્થાઓ, પ્રમુખો, સમાજના આગેવાનો, ટ્રસ્ટીશ્રીઓ શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે.

તાજેતરમાં કોરોનાના કપરા સમયમાં ૧૬ જિલ્લામાં જરૂરિયાત મંદોનેકીટ વિતરણ અંતર્ગત રાજપુત સમાજ માટે ગુજરાત રાજપુત યુવાસંઘ દ્વારા આયોજીત કરવામાં આવેલ હતું. મો.૯૮૨૪૨ ૧૪૨૯૯ / ૯૯૨૫૨ ૪૮૨૪૮

(11:30 am IST)