Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ગોંડલ પ્રાંત અધિકારી રાજેશ આલનો આજે જન્મદિવસ

રાજકોટઃ રબારી સમાજના શિક્ષણ ક્ષેત્રના પ્રણેતા અને યુવાઓની પ્રેરણા મુળ સુરેન્દ્રનગરના વતની અને હાલ ગોંડલ પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતાં શ્રી રાજેશ આલનો આજે જન્મદિવસ છે. નવસારીમાં મામલતદાર તરીકે કામગીરીનો પ્રારંભ કરનાર શ્રી આલએ રાજકોટમાં ચૂંટણી મામલતદાર તરીકે સફળ કામગીરી કરી હતી. તેમજ કોટડા સાંગાણી મામલતદાર તરીકે પણ ફરજ બજાવી હતી. અહિ તેમની કામગીરીને કારણે ખુબ લોકપ્રિયતા મેળવી હતી. એ પછી ડે. કલેકટર તરીકે બઢતી સાથે જુનાગઢ અને અમરેલીમાં સફળ કામગીરી કરી છે. હાલ ગોંડલ પ્રાંત તરીકે ફરજ બજાવી રહ્યા છે અને કોરોનાને લગતી તેમની કામગીરીની ગાંધીનગર સુધી નોંધ લેવામાં આવી છે. તેમને (મો. ૮૭૮૦૭ ૩૩૭૦૭) સતત શુભેચ્છાઓ મળી રહી છે.

(3:02 pm IST)