Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

એડવોકેટ-નોટરી પ્રણવ પટેલનો જન્મદિન

રાજકોટઃ સર્ચ અને ટાઇટલ કલીયર રિપોર્ટના સ્પેશીયાલીસ્ટ એડવોકેટ, નોટરી પ્રણવ પટેલનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનયાત્રાના ૫૧ વર્ષ પૂર્ણ કરી ૫૨માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

છેલ્લા ૨૨ વર્ષથી રાજકોટમાં રેવન્યુ પ્રેકટીસ કરતા પ્રણવભાઇ પટેલે આ સમયગાળામાં ગુજરાત ગ્રામ ગૃહ નિમાર્ણ બોર્ડની સમાજના નાના-ગરીબ માણસો માટેની આવાસ યોજનાના વર્ષોથી પેન્ડીંગ દસ્તાવેજો કરાવવા તમામ સ્તરે અવિરત પ્રયત્નો કરીને છેલ્લે આ પ્રશ્ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ સંપૂર્ણ વિગતો સાથે રજુઆત કરી આ પેન્ડીંગ પ્રશ્ને વિજયભાઇ રૂપાણીએ અંગત રસ લઇને રાજકોટ સહિત રાજયના આવા બે હજાર દસ્તાવેજોને મંજુરી આપવાનો શ્રેય જાય છે.

તાજેતરમાં ભારત સરકારે પ્રણવભાઇને નોટરીનું લાયસન્સ એનાયત કર્યું છે. તેઓને ગુજરાત જ્ઞાન પ્રચાર સમિતિના ૨૦ વર્ષથી ટ્રસ્ટી છે, રેવન્યુ ક્ષેત્રમાં સર્ચ અને ટાયટલ રિપોર્ટના અભ્યાસી છેે.. પ્રણવભાઇને એડવોકેટ સુરેશભાઇ ગોવાણી, આ ક્ષેત્રના વડીલો એડવોકેટ પી.ટી. માકડીયા જયંતિભાઇ કાલરીયા, એન.જે.પટેલ, રાજેશભાઇ વોરાએ મો.૯૪૨૬૭ ૮૮૪૪૩ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહયા છે.

(3:35 pm IST)