Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ઉપલેટાના કેળવણીકાર હરસુખ સોજીત્રાનો આજે જન્મ દિવસ

ઉપલેટા, તા. ર૭ : સામાજીક શૈક્ષણિક અને સેવાકીય સહિતની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સરદાર પટેલ ફાઉન્ડેશન અને જીલ્લા કિશાન મોરચાના મહામંત્રી, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો સલાહકાર સમિતિ, ઉપલેટા તાલુકા શહેર ગ્રાહક સુરક્ષા મંડળ, નોડલ ઓફીસર અને ઉપલેટા નગરપાલિકાના સભાપતિ આવા યુવા અગ્રણી ૪૧ વર્ષ પૂરા કરી ૪ર વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હરસુખભાઇ સોજીત્રાને સાંસદ રમેશભાઇ ઘડુક કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય લલીતભાઇ વસોયા, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, યાર્ડના ચેરમેન માધવજીભાઇ પટેલ, સહકારી સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા, જીલ્લા બેંકના ડીરેકટર હરીભાઇ ઠુંમર, જીલ્લા યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિતના આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ છે. તેમને મો. ૯૯૯૮૮ ૮પ૯૯પ પર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:19 am IST)