Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ભાવનગર - શિહોરના ધારાસભ્ય કોળી સમાજના અગ્રણી પરસોતમભાઇ સોલંકીનો કાલે જન્મદિન

આટકોટ, તા. ર૩ : ભાવનગર-શિહોર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી પરસોતમભાઇ સોલંકીનો કાલે તા. ર૪ ને રવિવારે જન્મદિન છે.

તેઓ સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત કોળી સેનાની સ્થાપના કરવામાં આવી હતી. કોળી સમાજનું સૌથી પહેલુ ગુજરાતનું સંગઠન બન્યું હતું. કોળી સમાજે તેમને 'હૃદયસમ્રાટ' ઉપનામ આપ્યું. ? ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્યની ચૂંટણી લડયા, પ્રથમવાર ધારાસભ્ય બનતાની સાથે જ ગુજરાત રાજયના મંત્રી મંડળમાં સમાવેશ થયો. જયારે પ્રથમવાર મંત્રી બન્યા ત્યારે ગુજરાત રાજયના લોકો તેમને શુભકામના આપવા પહોંચ્યા હતાં તેવી જ લોકચાહના આજે પણ અવિતર ચાલી આવે છે.

સતત પ ટર્મથી ભાવનગર ૧૦૩ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય છે. હાલ ગુજરાત રાજયના મંત્રી તરીકે સૌથી વધારે મંત્રીપદે રહેનાર એક માત્ર મંત્રી છે. લોકોના કામ અને તેમને પડતી સમસ્યાઓમાં તેઓ હરહંમેશ અગાળ આવીને તેમની સમસ્યાઓનું સમાધાન કરી આપતા. આવતીકાલે તેમના જન્મદિવસ નિમિતે રવિ બારૈયા સહિતના યુવા વર્ગે પરસોત્તમભાઇના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના સારા સ્વાસ્થ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે.

(12:38 pm IST)