Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કાઠીયાવાડ એકસપ્રેસના મહેશ ગુંદણિયાનો આજે જન્મદિવસ

રાજકોટ,તા.૨૧: 'કાઠીયાવાડ એકસપ્રેસ' (સાપ્તાહિક અખબાર)ના તંત્રી, મુદ્રક તથા પ્રકાશ ડો.મહેશ ગુંદણિયાનો આજે જન્મદિવસ છે. યશસ્વી જીવનના ૪૫ વર્ષ પૂર્ણ કરેલ છે. BJMC, M  Phil, ph.D. જેવો ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ 'હેલ્પ ફેડરેશન' નામની સેવાકીય સંસ્થાના પ્રમુખ તરીકે નવરાત્રી જેવા વિવિધ કાર્યક્રમના આયોજન દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે સહાય તેમજ પર્યાવરણના જતન માટે ઘનિષ્ઠ વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃતિમાં જોડાયેલા છે. બિલ્ડર ક્ષેત્રમાં તેઓ બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. આજના તેઓના જન્મદિવસે ચોમેરથી શુભેચ્છા (મો.૯૮૨૫૦ ૫૮૧૬૧) મળી રહી છે.

(2:54 pm IST)