Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

મિડીયા જગતના યુવા ફોટોગ્રાફર કરણ વાડોલીયાનો જન્મદિન

રાજકોટ તા. ર૦ : નાનીવયે તરવરાટ સાથે રાજકોટના મિડિયા જગતમાં આગવી છાપ ધરાવતાં દર્શન વાડોલિયાનો આજે જન્મદિન છે. મોરના ઇંડાને ચિતરવા ન પડે તેમ 'આજકાલ'ના વરિષ્ઠ ફોટોગ્રાફર રાજુ વાડોલિયાનો નાનો પુત્ર અને કરણ વાડોલિયાનો ભાઇ છે. 'અબતક' ચેનલમાં કેમેરામેન તરીકે ફરજ બજાવે છે. રાજકોટમાં બનતી અનેક ઘટનાને દર્શનએ  તેના કેમેરામાં કેદ કરી છે. સર્જનાત્મકતાનો મોટો ગુણ ધરાવે છે. આજે દર્શન વાડોલિયાના જન્મદિને મીડિયા જગતામાંથી મો.૭૯૯૦૩ ૦૦૦પ૩ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(4:03 pm IST)