Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાનો જન્મ તા. ૨૨ જુલાઈ ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ પંજાબના જલંધરના વતની અને ૧૯૮૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી વિપુલ મિત્રા અગાઉ ખેડા જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર, કંડલા પોર્ટના ચેરમેન, રાજ્યના વિકાસ કમિશનર, પ્રવાસન વિભાગના સચિવ, વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૮૭૩

મો. ૯૯૭૮૪ ૦૬૧૩૫ - ગાંધીનગર

(10:26 am IST)