Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

જુનાગઢ, ડાંગ, પાટણના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

મધ્ય ગુજરાત વીજ કંપનીના એમ.ડી. રાજેષ માંજુનો જન્મદિન

રાજકોટ : મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર પદે ફરજ બજાવતા ૨૦૦૪ ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી શ્રી રાજેષ માંજુનો જન્મ ૨૦ જુલાઇ ૧૯૭૭ ના દિવસે થયેલ. આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે, તેઓ મુળ રાજસ્થાનના વતની છે.

 

શ્રી રાજેષ માંજુ ભુતકાળમાં ડાંગ, જુનાગઢ અને પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, પાટણમાં કલેકટર, રાજયમાં યુવા સેવા સાંસ્કૃતિક કમિશ્નર, સુરતમાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, નાણા ખાતામાં સંયુકત સચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ફોન નં. ૦૨૬૫ ૨૩૫૬૮૨૪, મો. ૯૯૧૩૫ ૦૮૬૦૬ વડોદરા (૩.૭)

(1:11 pm IST)