Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરમાં યાદગાર ફરજ

આદિવાસી વિકાસ એજન્સીના સી.ઈ.ઓ. જે.કે. ગઢવીનો જન્મદિન

રાજકોટઃ. આદિવાસી વિસ્તારોના વિકાસ માટેની ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી (ડી.સેગ)ના મુખ્ય વહીવટી અધિકારી શ્રી જે.કે. ગઢવીનો જન્મ ૧૯૫૯ના વર્ષની ૨૦ જુલાઈએ થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મુંદ્રા (કચ્છ)ના વતની અને ૨૦૦૭ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી જે.કે. ગઢવી અગાઉ રાજકોટમાં અછતના નાયબ કલેકટર, જામનગરમાં જિલ્લા પુરવઠા અધિકારી, સુરેન્દ્રનગરમાં સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, રાજ્યમાં ડીરેકટર ઓફ સ્કૂલ્સ, ચૂંટણી પંચમાં સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૦૯૯૩ ૨૯૦૦૬ - ગાંધીનગર

(1:12 pm IST)