Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સતત ૬ વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા હરિન પાઠકનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાત ભાજપના જૂના અને જાણીતા પ્રભાવશાળી નેતા શ્રી હરિન પાઠકનો જન્મ તા. ૨૦ જુલાઈ ૧૯૪૭ના દિવસે થયેલ. આજના સૂરજે તેમના યશસ્વી જીવનના ૭૩માં વર્ષનો પ્રથમ દિવસ ઉગાડયો છે. ભૂતકાળમાં તેઓ ૬ ટર્મ અમદાવાદના સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા અટલજીની સરકારમાં સંરક્ષણ તથા પર્સોનલ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે રહી ચૂકયા છે. તેઓ મૂળ પંચમહાલના રતનપુર ગામના વતની છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., બી.એડ્.ની પદવી મેળવી છે.

મો. ૯૮૭૯૭ ૭૧૨૯૯ - અમદાવાદ

(1:10 pm IST)