Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મ્યુ. કોર્પોરેશનના પૂર્વ વિરોધ પક્ષના નેતા કેયુરભાઇ મસરાણીનો જન્મ દિવસ

રાજકોટ : મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા કેયુરભાઇ મસરાણીનો ૧૭ જુલાઇ ના આજરોજ જન્મ દિવસ છે તેઓએ યશસ્વી જીવનના ૪૩માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે.

કેયુરભાઇ રાજકીય પ્રવૃતિમાં કોંગ્રેસના ફરિયાદ સેલના પ્રમુખ તરીકે કામગીરી કરેલ, ત્યારબાદ તે યુથ કોંગ્રેસના મહામંત્રીની ફરજ બજાવી છે, તેમજ રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતીનાા સભ્ય રહી ચુકયા છે અને તેઓ વોર્ડ નં.૮ ના કોર્પોરેટર રહી વિસ્તારવાસીઓના પ્રશ્નો ઉકેલવા સતત કાર્યશીલ રહયા છે. આજે તેમના જન્મદિવસે મિત્રો, શુભેચ્છકો, રાજકીય અગ્રણીઓ દ્વારા (મો.નં. ૯૮૨૫૩ ૯૯૩૦૨) પર શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:28 pm IST)