Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ

જીવન કી નદિયામેં એક લયબદ્ધ લહર કા નામ હૈ નીતિન ઢાંકેચા

ફુલોની જેમ ખીલેલા અને ખુશ્બુની જેમ ફેલાયેલા જૂના અને જાણીતા અગ્રણી શ્રી નીતિન પાંચાભાઈ ઢાંકેચા આજે ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે યશસ્વી જીવનના સ્વર્ણિમ જયંતી (૫૦માં) વર્ષમાં પ્રવેશની શુભકામનાથી ભીંજાઈ રહ્યા છે. આભેથી ઝરમર વરસતુ હેત મુબારક, નીતિન ઢાંકેચાને જન્મ દિન મુબારક...

રાજકોટ તાલુકાના સરધારના છોરૂ શ્રી નીતિન ઢાંકેચાનો જન્મ તા. ૧૬ જુલાઈ ૧૯૭૦ના દિવસે થયેલો. તેઓ એશિયાની પહેલી હરોળની સહકારી સંસ્થા રાજકોટ લોધિકા સહકારી સંઘમાં દોઢ દાયકાથી વધુ સમયથી ચેરમેન છે. સરધાર સ્વામિનારાયણ મંદિર અને હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે સક્રીય છે. એક સમયે રાજકોટ માર્કેટયાર્ડના ડીરેકટર અને જિલ્લા પંચાયતના સભ્ય હતા. ભકિતનગર સોસાયટીને સબળ સુકાન પુરૂ પાડયું છે. પોતે ખેડૂત હોવાથી વાવણીનો અનુભવ ખેતર ઉપરાંત જાહેર જીવનમાં પણ ઉપયોગી થયો છે. 'વાવણી' પોતે કર્યા પછી 'જંતુ'નાશક દવા છંટકાવ બીજા પાસે કરાવવાનું તેમને આવડે છે. એનુ મરક-મરક હાસ્ય ઘણુ કહી જતુ હોય છે. રાજકારણમાં લહેરી લાલા, વર્ષોથી એની બોલબાલા...

ફોન નં. ૦૨૮૧ - ૨૨૨૩૪૨૮, મો. ૯૪૨૬૯ ૧૧૧૦૧ - રાજકોટ

(11:47 am IST)