Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

રાજકોટના વિકાસ રથના સારથિ અને સ્માર્ટ રાજકોટના સ્માર્ટ કમિશનર બંછાનીધિ પાનીનો જન્મદિન : ચોમેરથી વરસી રહેલ અભિનંદન વર્ષા

રાજકોટ : સ્માર્ટ રાજકોટના સ્માર્ટ કમિશનર બંછાનીધિ પાનીનો જન્મ તા. ૧પ જુલાઇ ૧૯૭૬ના દિવસે થયેલ આજે ૪૪માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. છેલ્લા પોણા ત્રણ વર્ષથી તેઓ મહાનગરપાલિકાની વહીવટી ધૂરા સંભાળી શહેરના વિકાસ રથના સારથિ બન્યા છે.

મૂળ ઓરિસ્સાના વતની શ્રી બંછાનીધિ ર૦૦પની બેંચના આઇ.એ. એસ. કેડરના અધિકારી છે. તેમણે ઇન્ટરનેશનલ પોલીટીકસના વિષય સાથે એમ.ફીલની પદવી મેળવી છે. ભૂતકાળમાં કચ્છના અંજારમાં મદદનીશ કલેકટર, અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા અને ભાવનગરમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે. મો. ૯૭૧૪૫ ૦૩૭૦૧, રાજકોટ.

 

(5:18 pm IST)