Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મીનાબેન પીઠડીયાનો કાલે જન્મદિવસ

રાજકોટ : શ્રીમતી મીનાબેન જયેશભાઈ પીઠડીયા (ચૌહાણ)નો આવતીકાલે તા.૧૪ના જન્મદિવસ છે. મહિલા સશકિતકરણ ઉપક્રમે ૨૦ વર્ષથી મહિલા સામખ્યમાં કામ કરેલ હાલ ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા નારી અદાલત રાજકોટ સીટીમાં તાલુકા કો-ઓર્ડીનેટરની તરીકે ફરજો બજાવી રહ્યા છે. તેઓ નારી અદાલતમાં બહેનોના કેસોનું નિરાકરણ કરી સમજુતી સમાધાન કરાવે છે. નહેરૂ યુવા કેન્દ્ર અને માનવ કલ્યાણ મંડળમાં સારી કામગીરી બદલ એવોર્ડ આપેલ છે. દરજી સમાજમાં મહિલા મંડળ મંત્રી છે. ગ્રામ્ય મહિલાઓમાં કાનુની કૌટુંબિક પ્રસંગોમાં પ્રશંસનીય ફરજો બજાવી રહ્યા છે. ઓલ ઈન્ડિયા વુમન રાઈટ્સમાં સભ્ય, મહિલા અને બાળમિત્ર ગુજરાત રાજયમાં સી.આઈ.ડી.માં સભ્ય છે. (મો.૮૪૮૫૯ ૪૩૩૬૦)

(3:39 pm IST)