Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ભાવનગર ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જયશ્રીબેન ઝરૂનો જનમદિન

રાજકોટઃ  ગુજરાત મહિલા આર્થીક વિકાસ નિગમના ભુતપુર્વ જનરલ મેનેજર શ્રીમતી જયશ્રીબેન એન.ઝરૂનો જન્‍મ તા.૭ ફેબ્રુઆરી ૧૯૭પના દિવસે થયેલ. આજે ૪૯ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેણી મૂળકચ્‍છના વતની અને અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. શ્રીમતી જે.એન.ઝરૂએ વડોદરામાં તાલીમ લીધા બાદ જોડીયામાં (જામનગર) અને નડીયાદમાં મામલતદાર તરીકે ફરજ બજાવેલ. ગાંધીનગર કલેકટર કચેરીમાં ચીટનીસ બોટાદમાં નાયબ કલેકટર અને બરવાળામાં પ્રાંત અધિકારી મહેસુલ પંચમાં રજીસ્‍ટ્રાર તરીકે પણ રહી ચુકયા છે. હાલ ભાવનગરમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક તરીકે કાર્યરત છે. મો. ૮ર૩૮૯ ર૦૪૧૯ ભાવનગર

 

(11:46 am IST)