Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

વેરાવળ તાલુકા મામલતદાર દેવકુમાર આંબલીયાનો આજે જન્મદિવસ

 પ્રભાસપાટણ, તા., પઃ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના મામલતદાર દેવકુમાર આંબલીયા આજે પ૭ વર્ષ પુર્ણ કરી અઠ્ઠાવનમાં  વર્ષમાં પ્રવેશે છે. તા.પ-૧ર-૧૯૬૧ ના રોજ જામખંભાળીયાના વિરમદડ ગામે જન્મેલા તેઓ બી.કોમ સુધી અભ્યાસ કરી ૧૯૮૦થી જુનાગઢ કલેકટર કચેરીથી નોકરી પ્રારંભ કર્યો. ૧૯૮પમાં સર્કલ ઇન્સ. તરીકે ઉના મામલતદાર કચેરી ૧૯૯૦માં મામલતદાર તરીકે પ્રમોશન અને હાલ વેરાવળ મામલતદાર તરીકે કાર્યરત છે.

તેમના કાર્યકાળ દરમ્યાન માંગરોળ, વેરાવળ, બાંટવા, શિહોર, ભેસાણ, વંથલી સહીત વિવિધ સ્થળોએ ફરજો બજાવેલ છે. રાજય સરકારની ઇ ગર્વન્સ ઇ ધરામાં તેમણે કરેલ કામગીરી રાજયભરમાં ઉદાહરણ તરીકે ગણવામાં આવેલ હતી.

ગિરનાર-આરોહણ-અવરોહણ સ્પર્ધાને વર્લ્ડ રેકોર્ડ તેમજ લીમકા બુકમાં સ્થાન અપાવવા સિધ્ધીઓ મેળવી છે તેઓ ખુદ તેજસ્વી ખેલાડી છે અને છ વખત ગીરનાર સ્પર્ધામાં પ્રથમ અને બે વખત પાવાગઢ સ્પર્ધામાં પ્રથમ અને દુનિયાની સૌથી લાંબી ૪ર કિ.મી.ની મેરેથોન દોડ ર કલાક ૩૭ મીનીટમાં અંતર કાપી પ્રથમ આવેલ છે. તેમના જન્મદિને ઠેરઠેરથી શુભેચ્છાઓ મો. ૯૮રપર ૬૧૮૭૧ ઉપર મળી રહી છે.

(4:10 pm IST)