Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

SBI કેશ ઓફીસર એન.આર. મકવાણાનો જન્મદિનઃ ૭૦માં પ્રવેશ

રાજકોટ, તા.૫: મૂળ ગોંડલના વતની અને ધોરાજી જન્મભૂમિ ધરાવતા તેમજ રાજકોટને કર્મભૂમિ બનાવનાર એસ.બી.આઇના કેશ ઓફીસર આર.એન.મકવાણાનો આજે જન્મદિવસ છે. દેના બેંકમાં કારકીર્દીની શરૂઆત કર્યા બાદ એસ.બી.આઇ. જોઇન્ટ કરેલ. સરળ સ્વભાવના કારણે બેંક કસ્ટમરોમાં પણ અપાર લાગણી ધરાવે છે. આજે તેમના જન્મદિન નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૪૨૮૩ ૪૮૮૪૮ છે.

(12:03 pm IST)
  • ભાવનગરના વરતેજ પાસે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ : પોલીસ કાફલો ધટનાસ્થળે : કોંગ્રેસના આગેવાનો પણ દોડી આવ્યા : દબાણ હટાવાનુ બંધ કરાવવા કોંગ્રેસ નેતા દોડી આવ્યા : નોટિસ વિના દબાણ હટાવવા આવ્યા હોવાનો અાક્ષેપ access_time 11:24 pm IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ: અજીત ડોભાલ અને CBIના નવા ચીફ અે આપ્યો ‘‘ઓપરેશન મિશેલ’’ ને અંજામ : CBIના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે અદાલતી લડાઇ : સીબીઆઇ મિશેલને પટિયાલ હાઉસ કોર્ટમાં રજૂ કરશે : સીબીઆઇ જોઇન્ટ ડાયરેકટ સાંઇ મનોહરનું નેતૃત્વ-ટીમઅે દુબઇમાં રહી મિશન પુરૂ કર્યુ : સુષ્મા સ્વરાજે કૌસુલર પ્રત્યાર્પણ મામલે વાત કરી : સુષ્મા દુબઇમાં છે: ભારત-UAE જોઇન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેશે : ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં રાજનીતિક નેતૃત્વ પર સવાલ access_time 12:30 am IST

  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST