Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

યુવા એડવોકેટ રણજીત મકવાણાનો જન્મદિવસ

રાજકોટ તા. ૪ : રાજકોટના યુવા ધારાશાસ્ત્રી રણજીત બી.મકવાણાનો આજે જન્મ દિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ ર૦૧૪ થી જુનીયર એડવોકેટ તરીકે રાજકોટની અદાલતોમાં વકીલાતની શરૂઆત કરેલ છે. તેમજ તેઓ હાલ રાજકોટના યુવા એડવોકેટો જીજ્ઞેશ એમ. સભાડ અને જાહિદ એન. હિંગોરા સાથે પ્રેકટીસ કરે છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉમરમાં ખૂબજ લોકચાહના મેળવેલી છે. નાનપણથી ખુબજ મહેનતું અને સરળ સ્વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રિમીનલ, સીવીલ, કલેઇમ વગેરે કેસો તથા રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ખુબજ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે અને ખુબજ ટુકાગાળામાં રાજકોટના વકીલ વર્તુળમાં ભારે લોકચાહના મેળવેલી છે.

આજરોજ તેમના જન્મદિન નીમીતે વકીલ મિત્રો, સમાજના આગેવાનો, સગા -વહાલાઓ (મો. ૯૮૯૮૧ ૩૭પ૯૧) ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(3:34 pm IST)