Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

હસમુખ સ્વભાવના- સૌના સાથી એવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપના તરવરીયા અધ્યક્ષ શ્રી કમલેશભાઈ મિરાણીનો આજે જન્મદિવસ છે. તેઓ સતત ૩ ટર્મથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવ્યા છે. ખૂબ નાની ઉંમરે સામાજીક કાર્યકર તરીકે કારકીર્દીની શરૂઆત સાથે રઘુવંશી આગેવાન તરીકે પણ કાર્યરત છે અને જલારામ મહોત્સવ સમિતિના માર્ગદર્શક તરીકે પણએક દાર્શનીક ભુમિકા નિભાવે છે.

લગભગ ૩ દાયકાથી પણ વધારે રાજકીય ક્ષેત્રે સક્રિયતા સાથે ભારતીય જનતા પાર્ટીના ભગવા રંગે રંગાયેલા શ્રી કમલેશભાઈ રામ જન્મભૂમિ આંદોલનમાં પણ ૨ વખત 'કારસેવક' તરીકે સંમેલીત રહ્યા હતા. કમલેશભાઈ મિરાણી ખૂબ જ નાની ઉંમરે રાજકીય કારકીર્દીની શરૂઆત સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારી વહન કરી સફળ નેતૃત્વની ઓળખ બની ગયા છે. ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા તરીકે નેતૃત્વની શરૂઆત સાથે ભાજપનાએ સંઘર્ષકાળમાં યુવા મોરચાના ઉપપ્રમુખ અને ત્યારબાદ પ્રમુખ તરીકેની જવાબદારી દરમ્યાન યુવાનોના એક આદર્શ નેતા તરીકે પ્રસ્થાપિત થયા ત્યારબાદ શહેર ભાજપના મંત્રી, મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ હાલ અત્યંત મહત્વની જવાબદારી એવી શહેર ભાજપ પ્રમુખ તરીકેની તેમની ભૂમિકા અત્યંત જવાબદારીભરી અને બીન વિવાદાસ્પદ રહી છે. સતત ૩ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાતા રહેવુંએ એમની કામ પ્રત્યેની નિષ્ઠા અને લોકપ્રિયતા બતાવે છે. કમલેશભાઈ એક જાગૃત પ્રહરી રહ્યા છે. કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન તેમજ એસ.ટી.બોર્ડ અને કેન્દ્રની ટેલીફોન એડવાઈઝરી કમિટિના સભ્ય તરીકે તેમનો ફાળો રાજકોટના વિકાસમાં નોંધપાત્ર રહ્યો છે.

રૈયા નગરપાલિકાથી રાજકોટ મહાનગરપાલિકાની એમની સફર એક જવાબદાર અને કર્મનિષ્ઠ રાજકારણી અને સમાજસેવકની રહી છે. નવ વિકસીત રાજકોટ અને ન્યુ રાજકોટના વિકાસના વિઝનમાં એમના નેતૃત્વનું અનેરૂ યોગદાન રહ્યુ છે. ઉત્સાહી અને સફળ નેતૃત્વ અને કોઈપણ જવાબદારી સહર્ષ સ્વીકારવાના એમના સ્વાભાવને કારણે ભાજપ દ્વારા વિવિધ મહાનગરો, શહેરો અને રાજયોમાં શ્રી કમલેશભાઈની નિપુણતાને લક્ષમાં લઈ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી અને જવાબદારી સોંપતું રહ્યું છે અને સોપતા રહે છે અને કમલેશભાઈ મિરાણી પણ આ કામીગીરીમાં સફળતાપૂર્વક પરીણામ આપતા રહ્યા છે. આટલી લાંબી રાજકીય અને સામાજીક કારકીર્દી દરમ્યાન અને પોતાના સ્વભાવના પ્રેરક પ્રયાસથી અસંખ્ય યુવાનોના આદર્શ બની, માર્ગદર્શક બની તેમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડયા છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીને તેમના જન્મદિવસે મોબાઈલ નં.૯૭૧૪૭ ૦૭૧૧૩ ઉપર ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, મીત્રો પરિવારજનો તરફથી જીવન યશસ્વી અને મંગલમય બની રહે તેવી શુભેચ્છાઓ મળી રહી છે.(૩૦.૨)

(11:46 am IST)
  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST

  • સુરત :જાપાની કંપની ઝીકાના અધિકારી આવતીકાલે સુરત અને નવસારીના ખેડૂતોની કરશે મૂલાકાત :બુલેટ ટ્રેન અને જમીન સંપાદન મુદ્દે ઝીકા કંપનીના આધિકારી ગુજરાત ખેડૂત સમાજ સાથે પણ કરશે ચર્ચા access_time 2:39 pm IST

  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST