Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

જુનાગઢના પુર્વ મેયર લાખાભાઇ પરમારનો આજ જન્મદિવસ

જુનાગઢ, તા., ૧:  જુનાગઢ મહાનગર પાલીકાના પુર્વ મેયર અને હાલ વોર્ડ નં. ર૦ના કોર્પોરેટર લાખાભાઇ પરમારનો આજે ૭૪ મો જન્મદિવસ છે.

સતત ૮ ટર્મથી કોર્પોરેટર તરીકે ચુંટાતા શ્રી પરમાર દલીત સમાજના લડાકુ નેતા છે જેઓ દલીત સમાજના ઉત્કર્ષ માટે સતત જાગૃત રહી સક્રિય કાર્યો કરી રહયા છે.

તા.૧-૧ર-૧૯૪પના રોજ જન્મેલ લાખાભાઇ ૧૯૮૪ થી તે વખતે નગર પાલીકાના સભ્ય તરીકે ચુંટાયા હતા અને તેઓની ૭ મી ટર્મમાં જુનાગઢ મહાનગર પાલીકા અસ્તિત્વમાં આવ્યાબાદ દલીત સમાજના પ્રથમ મેયર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યુ હતું અનેઅઢી વર્ષ સુધી સફળ મેયર તરીકે કામગીરી કરેલ.

શ્રી પરમાર દલીત સમાધાન પંચ વણકર સમાજ તેમજ આંબેડકર જયંતી અને અનુસુચીત કર્મચારી વાલી મંડળ સહીતની સંસ્થાઓમાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે.શ્રી લાખાભાઇ પરમાર આજે ૭૩ વર્ષ પુરા કરી ૭૪ માં વર્ષમાં પ્રવેશી રહયા છે ત્યારે તેમના મો.નં. ૯૯૭૮૭ ૫૫૬૮૭ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહયા છે. (૪.૩)

(11:48 am IST)