Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

રેડીયો ઉદ્દઘોષક વિપુલ બુચનો જન્મ દિવસ

રાજકોટ તા. ૩૦ : જાણીતા ઉદ્દઘોષક વિપુલ બુચનો આજે જન્મ દિવસ છે. નાનપણથી રેડીયો, રંગભુમિના કલાકાર રહી ચુકેલ વિપુલ બુચ સાહિત્યીક સ્પર્ધાઓમાં હીર ઝળકાવી ચુકયા છે. રેડીયોના ૮૮ થી બી હાઇ ગ્રેડ કક્ષાના કલાકાર હોવા સાથે ટીવીમાં પણ એનાઉન્સ, કમ્પીયર, ઇન્ટરવ્યુઅર, નેરેટર, આર્ટીસ્ટ તરીકેની સેવાઓ પ્રદાન કરી ચુકયા છે. ૧૯૯૧ થી રેડીયોમાં કાયમી ઉદ્દઘોષક તરીકે કાર્યરત થયા. હાલ સીનીયર મોસ્ટ રેડીયો એનાઉન્સર તરીકે ફરજ બજાવી રહેલ વિપુલ બૂચ (મો.૬૩૫૩૭ ૪૪૦૯૨) ને જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:34 pm IST)