Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગૌસેવા આયોગના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાનો જન્મદિન

રાજકોટ તા. ૩૦ : રાજય સરકારના ગૌસેવા આયોગના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાનો આજે જન્મ દિવસ છે. વ્યકિતગત જીવનમાં માનવ સેવાને પ્રાધાન્ય આપી ૧૨૫ વાર સ્વયં રકતદાન કરી યુવા વર્ગને પ્રેરક ઉદાહરણ તેઓએ આપેલ છે. તબીબી વ્યવસાયની સાથે સમાજ સેવા ડો. કથીરીયાના જીવનનું અંગ બની રહ્યુ છે. કિશોરવયથી આર.એસ.એસ.ના સંસ્કાર સિંચન અને અનેક સંતો મહાનુભાવોના આશીર્વાદથી રાજનીતિના જનકલ્યાણના શ્રેષ્ઠ માધ્યમ તરીકે ઉપયોગ કરનાર ડો. વલ્લભભાઇએ 'ચેરીટી બીગીન્સ એટ હોમ' ના સિંધ્ધાંતોને જીવન સાર્થક કરી બતાવેલ છે. જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં સામાન્ય ખેડુત પરિવારમાં જન્મેલા ડો. કથીરીયા સંઘર્ષ કરી સ્વબળ અને બુધ્ધિ પ્રતિભાના આધારે પ્રતિષ્ઠાના શિખરે પહોંચ્યા છે. રાજકોટ લોકસભાની બેઠક પરથી ચાર ચાર વખત ચુંટાઇને તેમની લોકપ્રિયતા અકબંધ પુરવાર કરી ચુકયા છે. ૨૦ થી વધારે દેશોનો પ્રવાસ કરી ભારતીય સંસ્કૃતિ અને વિચારધારાનો અવાજ સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં ડો. કથીરીયાનો અમુલ્ય ફાળો રહ્યો છે. આજે જન્મ દિવસે તેઓને ઠેરઠેેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૦૯૯૩ ૭૭૫૭૭ છે. (૧૬.૧)

 

(11:45 am IST)
  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST

  • કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર અતૂટ :ભાજપ નેતાઓ પહેલા જ દિવસથી સરકાર તોડવાની વેતરણમાં : કુમારસ્વામીએ ભાજપના નેતા પ્રકાશ જાવડેકરના દાવાને ફગાવ્યો : કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ છેલ્લા છ મહિનાથી સરકાર ગબડશે તેવી કાગારોળ મચાવે છે : પરંતુ તેની કર્ણાટક સરકાર પર કોઈ અસર પડશે નહીં access_time 1:14 am IST