Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ખાંટ (રાજપુત) સમાજના પૂર્વ પ્રમુખ નરસિંહભાઇ ગુજરાતીનો આજે જન્મ દિવસ

રાજકોટઃ ખાંટ (રાજપૂત) જ્ઞાતિ સમાજ રાજકોટના પૂર્વપ્રમુખ નરસિંહભાઇ ભુરાભાઇ ગુજરાતીનો આવતીકાલે તા. ર૭ના રોજ જન્મ દિવસ છે. તેઓ જીવનના ૬૪ વર્ષ પુરા કરીને ૬પમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ એમ.એ.બી.એડ્.એલ. એસ. જી. ડી. સુધી અભ્યાસ કરેલ છે. કોલેજ કાળથી વિદ્યાર્થીઓના પ્રશ્નો લડતા નરસિંહભાઇએ ખાંટ (રાજપુત) જ્ઞાતિ સમાજ રાજકોટના પ્રમુખ તરીકે પણ જવાબદારી તેમજ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન ઓકટ્રોય આઉટડોર સ્ટાફ યુનિયનના કારોબારી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપેલ. છેલ્લે તેઓ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા. તે 'ધર્મવાણી'ના માનદ સંપાદક મંડળમાં સેવા આપે છે. તેઓના જન્મ દિનની પૂર્વ સંધ્યાએ જ તેઓના ૯૭ર૭૯ ર૭રપ૪ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:05 pm IST)