Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ભાજપ માનવ અધિકાર સેલના સંયોજક માધવ દવેનો જન્મદિન

રાજકોટ : ઉચ્ચ્ શૈક્ષણિક (એલએલએમ. એમજેએમસી. એમબીએ. પીએચ.ડી) ડિગ્રીઓ ધરાવતા વરિષ્ઠ એડવોકેટ ડો. માધવ દવેનો આજે જન્મ દિન છે. શિશુ અવસ્થાથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિબદ્ધ કાર્યકર તરીકે સામાજીક જીવનમાં યોગદાન આપીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને જાગૃત રહીને તેમાં પણ પ્રદેશ સુધીની જવાબદારી સંભાળીને હાલમાં ભારતીય જનતા પાર્ટીના હ્યુમન રાઇટ્સ સેલ પ્રદેશ કન્વીનર તેમજ રાજકોટ શહેર ભાજપ ના વોર્ડ નં-૧૦ના પ્રભારીની જવાબદારી સંભાળી રહ્યા છે.

રાજકીય ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃતિઓમાં પણ યોગદાન આપી રહ્યાં છે.

એનીમલ હેલ્પલાઇન, કરૂણા ફાઉન્ડેશન, અસ્મિતા ફાઉન્ડેશન, અભિનવ સોશ્યલ ગ્રુપ, વિવેકાનંદ યુથ કલબ સાથે સંકળાયેલા છે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જંકશન રોડ બ્રાન્ચ શાખા વિકાસ સમિતિના કન્વીનર, પોલીસ સલાહકાર સમિતિના સભ્ય, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ટ્રસ્ટી, રાજકોટ શહેર સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી સદસ્ય, તેમજ ભાજપ લીગલ સેલમાં કાર્ય કરી રહેલા ડો. માધવ દવેનો આજે તેમનો જન્મ દિવસ છે. જન્મદિવસ નિમિતે ભાજપના વરિષ્ઠ આગેવાનો તથા મિત્રોની શુભેચ્છા મો. ૯૮૨૫૩ ૫૫૮૦૭ ઉપર મળી રહી છે.

(3:08 pm IST)
  • અગસ્તા વેસ્ટલેન્ડ: અજીત ડોભાલ અને CBIના નવા ચીફ અે આપ્યો ‘‘ઓપરેશન મિશેલ’’ ને અંજામ : CBIના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે અદાલતી લડાઇ : સીબીઆઇ મિશેલને પટિયાલ હાઉસ કોર્ટમાં રજૂ કરશે : સીબીઆઇ જોઇન્ટ ડાયરેકટ સાંઇ મનોહરનું નેતૃત્વ-ટીમઅે દુબઇમાં રહી મિશન પુરૂ કર્યુ : સુષ્મા સ્વરાજે કૌસુલર પ્રત્યાર્પણ મામલે વાત કરી : સુષ્મા દુબઇમાં છે: ભારત-UAE જોઇન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેશે : ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં રાજનીતિક નેતૃત્વ પર સવાલ access_time 12:30 am IST

  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST

  • ફોબર્સની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં ચાર ભારતીય :ટેલર સ્વીફ્ટ સૌથી યુવા અને રાણી એલિઝાબેથ સૌથી વૃદ્ધ મહિલા : ટોચના સ્થાને જર્મનીની ચાન્સલર એંજલા મર્કલ યથાવત : 51માં ક્રમે રોશની નાદર મલ્હોત્રા,ત્યારબાદ કિરણ મજમુદાર 60માં સ્થાને :88માં ક્રમે શોભના ભરતીયા :અને પ્રિયંકા ચોપડાનું 94માં સ્થાને access_time 1:25 am IST