Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

સી.બી.એસ.ઈ.ના ચેરપર્સન અનિતા કરવાલનો જન્મદિન

રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ. - કલેકટર

રાજકોટઃ. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ચેરપર્સન શ્રીમતી અનિતા કરવાલનો જન્મ તા. ૨૬ નવેમ્બર ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મૂળ ચંદીગઢના વતની અને ૧૯૮૮ની બેચના ગુજરાત કેડરના આઈ.એ.એસ. કક્ષાના અધિકારી છે.

શ્રીમતી અનિતા કરવાલ અગાઉ રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી તથા કલેકટર, અમદાવાદમાં કલેકટર, સ્પીપામાં નિયામક, રાજ્યમાં મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ શિક્ષણ સહિત  વિવિધ   વિભાગોમાં   ફરજ   બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૧૧ - ૨૨૪૬૭૨૬૩,  મો. ૯૯૭૮૪ ૦૬૧૧૦ - નવી દિલ્હી

(11:27 am IST)