Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

દુઃખીયાનાં બેલી બાપા સીતારામ ફિલ્મનાં નિર્માતા ભુપતભાઇ બોદરનો જન્મદિન

રાજકોટ :.. ભાજપનાં અગ્રણી ત્થા દુઃખીયાનાં બેલી બાપા સીતારામ ફીલ્મનાં નિર્માતા તેમજ પૂર્વ કોર્પોરેટર ભુપતભાઇ બોદરનો આજે જન્મદિન છે. ર૦૦પ થી ર૦૧૦ ની ટર્મમાં ભુપતભાઇ કોઠારીયા રોડ વિસ્તારમાં ભાજપમાંથી કોર્પોરેટર હતા. આ દરમિયાન તેઓએ ડ્રેનેજ સમિતિનાં ચેરમેન તરીકે સતત ૪ વખત કાર્યભાર સંભાળ્યો હતો. ઉપરાંત સંગઠનમાં કારોબારી સભ્ય ત્થા વોર્ડ પ્રભારીની જવાબદારી સંભાળી ચૂકયા છે. તેઓએ ફીલ્મ નિર્માણ ક્ષેત્રે પણ નામના મેળવી છે. શિવાજીનાં જીવન પર આધારીત મરાઠી ફિલ્મનાં નિર્માણ બાદ તેઓએ 'દુઃખીયાનાં બેલી બાપા સીતારામ' ગુજરાતી ફિલ્મનું નિર્માણ કર્યુ હતું. આ ફિલ્મથી ભુપતભાઇને ખુબ જ લોકચાહનાં મળી હતી. સમાજ સેવામાં તેઓ આજે પણ એટલા જ સક્રિય છે. વર્ષો અગાઉ સોરઠીયાવાડી સર્કલ સુશોભન (જન્માષ્ટમી) સમિતિમાં પણ સેવા આપી ચૂકયા છે. ઉપરાંત રકતદાન કેમ્પ, લોકડાઉન દરમિયાન અન્નક્ષેત્ર જેવી સેવાકિય પ્રવૃતિઓ પણ તેઓએ હાથ ધરી છે. સૌનાં સ્નેહી એવા ભુપતભાઇનો આજે પ૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ત્યારે મિત્રો-શુભેચ્છકો દ્વારા તેઓને મો. નં. ૯૮રપ૦ ૪૬૭પ૯ ઉપર જન્મદિનની શુભેચ્છાઓ આપવામાં આવી રહી  છે.

(12:51 pm IST)