Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ઓશો સન્યાસી સ્વામી જીવનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા)નો જન્મદિવસ

રાજકોટ : ઓશો સન્યાસી સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા)નો જન્મદિવસ૧ ડિસેમ્બરના રોજ છે, તેઓ જીવનના ૭૫ વર્ષ પુરા કરી ૭૬માં વર્ષમાં પ્રવેશ કરે છે.

સ્વામી જીનસ્વરૂપ સરસ્વતીને ઓશોએ પોતે જ સન્યાસ આપેલ અને ઓશોએ તેમને શકિતપાત પણ આપેલ. તેઓ ૪૮ વર્ષથી સન્યાસી છે. જયારે ઓશો પોતે આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા અને એ સમયમાં ઓશોના સન્યાસી તથા ઓશોના વિરોધીઓની સંખ્યા પણ ઘણી બધી હતી. લોકો નરફતની નજરથી જોતા અને સન્યાસ ખૂબજ કઠણ હતો એ સમયમાં સ્વામીએ સન્યાસ ધારણ કરેલ હતો.

સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા)એ જીલ્લા પંચાયત રાજકોટના નિવૃત કર્મચારી છે. તેઓ વેલી ઓફ વાઇલ્ડ ફલાવર, હીલગાર્ડન પ્રોજેકટ, રાજકોટમાં માધાપર ખાતેના ઇશ્વરીયા પાર્કમાં મેનેજર તરીકે ૧૦ વર્ષથી સેવા આપી રહ્યા છે. તેઓ ઓશોની ધ્યાન સાધના શિબિરોમાં ભાગ લઇ અનેકવાર ઓશો ધ્યાન શિબિરોનું સફળ સંચાલન કરેલ છે. મો. ૯૪૨૮૨ ૦૨૨૫૫ ફોન નં. ૦૨૮૧ - ૨૫૭૪૮૫૬.

(11:36 am IST)