Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

પીડીયુ સીવીલ હોસ્પીટલના સ્ટાફ નર્સ અલ્કા પિત્રોડાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા. ૩૦ :. શહેર ભાજપ મીડીયા સેલના રાજન ઠક્કરના ધર્મપત્નિ અને પીડીયુ સીવીલ હોસ્પીટલમાં ગાયનેક વોર્ડમાં ઓપરેશન થીયેટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા અલ્કા પિત્રોડાનો આજે જન્મ દિવસ છે. અલ્કાબેન હાલ કોરોના વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે. ત્રણેક માસ પહેલા જ અલ્કાબેન કોરોના વોર્ડમાં ફરજ દરમ્યાન કોરોનાથી સંક્રમિત થયા હતા અને ૧૪ દિવસ હોમ કોરોન્ટાઈન રહી પુનઃ પોતાની ફરજ પર હાજર થયા હતા. એ જ જોમ અને જુસ્સા સાથે કોરોના વોર્ડમાં ફરજ બજાવી 'કોરોના વોરીયર્સ'ની ભૂમિકાને સુંદર રીતે ભજવી રહ્યા છે. આજે પોતાનો જન્મદિવસ કોરોના વોર્ડમાં દર્દીઓની સેવા-સુશ્રુતા કરી પોતાના કર્તવ્યપથનું પાલન કરી રહ્યા છે. તેમના મોબાઈલ નં. ૯૭૨૪૮ ૩૮૯૯૪ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(3:39 pm IST)