Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમરેલી જીલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ..

સાવરકુંડલાના લોહાણા અગ્રણી રાજુભાઇ શીંગાળાનો જન્મદિન

સાવરકુંડલા,તા. ૨૪: અમરેલી જિલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ સાવરકુંડલા શહેરનાં લોહાણા અગ્રણી અને શહેરનાં પૂર્વ નગરપાલિકા સદસ્ય રાજુભાઈ શીંગાળાનો આજે જન્મદિવસ છે. તેઓએ ૬૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આમ તો રાજુભાઈ એટલે એક આમજનતા સુખદુઃખનાં ભાગીદાર. સમાજમાં નાનામાં નાના માણસનું કોઈ પણ કામ ખૂબ ચીવટથી અને ખંતથી કરવા ટેવાયેલા હોવાથી આમજનતાના મોટાભાગના પ્રશ્નો અને સમસ્યાઓથી વાકેફ હોય એક અદના આદમીનો અરિસો જ સમજીએ તો કંઈ અતિશયોકિત નહીં ગણાય. સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક અને આરોગ્ય ક્ષેત્રે પણ હમેશાં અગ્રેસર રહેતાં રાજુભાઈ ખાસકરીને વેપારી સમાજમાં તો ખૂબ જ લોકપ્રિય છે. વેપારીઓનાં નાનામાં નાના પ્રશ્ર્નો પણ શકય તેટલી ઝડપથી વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ લાવવા માટે હમેશાં સક્રિય હોય સાવરકુંડલા શહેરનાં પાયાનાં પ્રશ્ર્નો પણ ઉકેલવામાં ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે.

કોરોનાનાં કપરાં કાળમાં તો લોકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી અને સરકારી ગાઈડલાઈન અંગે પણ સતત જાગૃતિ લાવવા માટે પણ અથાગ પ્રયત્નો કર્યા છે. ખૂબ જ પ્રામાણિક અને નિષ્ઠાવાન હોવાથી લોકોમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. સ્વભાવે ખૂબ જ મિલનસાર અને આત્મીય ભાવથી તેમનો લોકસંપર્ક પણ ખાસ્સો બહોળો છે. તેમનાં લોકભોગ્ય કાર્યો દ્વારા તેમની સેવાની સુવાસ સમગ્ર શહેરમાં મહેંકી ઉઠે છે. તેમનાં જન્મદિવસ નિમિત્ત્।ે શહેરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ શુભકામના પાઠવી રહ્યા છે. તેમની સુખસમૃદ્ઘિ વધતી રહે, ઈશ્વર દીર્દ્યાયુ અને તંદુરસ્તી બક્ષે એવી શુભકામનાઓનો ધોધ મો. ૯૪૨૯૪ ૪૪૫૦૦ ઉપર વરસી રહયો છે.

(11:57 am IST)