Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગોંડલ નગરપાલિકાનાં ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્યનો જન્મ દિવસ

ગોંડલ, તા.૨૧: ગોંડલ નગરપાલિકાનાં ઉપ પ્રમુખ અર્પણાબેન જીતુભાઈ આચાર્યનો આજે જન્મ દિવસ છે. ગોંડલ નગરપાલિકાનાં ઇતિહાસમાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ બનેલાં અપઁણાબેન શહેર ની વિવિધ ક્ષેત્ર માં સેવાં આપતી સંસ્થાઓ સાથે જોડાયેલા રહી સેવાં આપી રહયાં છે. 

નગરપાલિકાનાં એન.યુ.એલ. એમ  કમીટી નાં ચેરમેન તરીકે મહીલાઓને રાજય સરકારની વિવિધ યોજનાઓનાં લાભ મળે તે માટે સક્રીય ભુમીકા નિભાવી રહયાં છે. વોર્ડ નં.૧ તથાં નગરપાલિકા માં ઉપપ્રમુખ પદે બિનહરીફ ચુંટાઇ રેકોર્ડ કાયમ કર્યો છે. પત્રકાર સંઘનાં પ્રમુખ અને સિનિયર પત્રકાર જીતુભાઈ આચાર્યનાં પત્ની અર્પણાબેનને તેમનાં જન્મદિન નિમિત્તે  શુભેચ્છાઓ મળી રહી છે.

(10:08 am IST)