Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

યુવા નેતૃત્વ અને કર્મત્વનો સંગમઃ હિરેન જોષીઃ હેપી બર્થ ડે

રાજકોટ : ' મંત્ર બન્યો, કરો માત્ર કામ જ કામ રળિયામણો બન્યો ૩૧ વર્ષનો મુકામ' રાજકોટ જીલ્લા ભાજપના આઇ.ટી. અને સોશ્યલ વિભાગના ઇન્ચાર્જ અને જીલ્લા યુવા ભાર્જ ઉપપ્રમુખ હિરેનભાઇ જોશીનો આજે જન્મ દિવસ છે.

હિરેન જોશી રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના રંગે રંગાયેલા શિશુકલાથી સંઘના સેવક છે. સંઘમાં તથા સંઘની ભગીની સંસ્થાઓમાં નાની મોટી જવાબદારી સંભાળેલ છે હાલ રાજકોટ જીલ્લા ભાજપના આઇ.ટી અને સોશ્યલ વિભાગના ઇન્ચાર્જ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રવકતા તથા જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સફળતાપુર્વક સંભાળી રહ્યા છે. તેઓ રીયલહ્યુમન ટ્રસ્ટના પ્રમુખ છે. રૂદ્રત સેતુ તથા બ્રહ્મસેતુ ફાઉન્ડેશનના માર્ગખર્શક તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. અનેક સેવાભાવી તથા સામાજિક સંસ્થાઓ અને એન.જી.ઓમાં પોતાની સેવા અને માર્ગદર્શન આપે છે.

જીલ્લા  ભાજપ પ્રમુખશ્રી ડીે.કે. સખીયા, મહામંત્રીશ્રીઓ ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરા, તેમજ જીલ્લા ભાજપ  પરિવાર, રાજકોટના ધારાશાસ્ત્રીઓ તેમજ પત્રકારમિત્રો તથા વિવિધ સમાજના તથા સંસ્થાઓના આગેવાનો તરફથી ૮૫૧૧૩૩૧૧૧૧ પર શુભેચ્છાઓ મળી રહી છે. (૩.૧૪)

(3:54 pm IST)
  • ઉના : સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ : ગામમાં આવેલ 2 સિંહ પાછળ કાર ચલાવી સિંહને કરાયા હેરાન : સિંહને જોવાની લ્હાયમાં સિંહની પાછળ ચલાવાઈ કાર : સિંહ સંવર્ધનની વાતો વચ્ચે સતત સિંહોની પજવણીના વિડીયો સામે આવી રહ્યાં છે access_time 1:25 pm IST

  • ઈરાને પોતાની યુરેનિયમ સંવર્ધન શ્રમતા વધારવાની દિશામાં કામ શરૂ કર્યું :ઈરાને આ માટે 2005માં વિશ્વના તાકાતવર દેશો સાથે થયેલ પરમાણુ સમજૂતી પર મંડરાતા ખતરાને મોટો જવાબદાર ગણાવ્યો છે ;ઈરાનની પરમાણુ એજન્સીના પ્રમુખે કહ્યું કે તેઓ 'નાતાંજ 'ક્ષેત્રમાં આધુનિક સેટ્રિફ્યુઝને વિકસિત કરવાવાળા માળખા પર કામ કરી રહ્યા છે access_time 1:15 am IST

  • પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST