Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

વિહિપ અને રઘુવંશી સમાજના શ્રેષ્ઠી ૬૮માં વર્ષના દ્વારે

વ્યકિત એક, વિશેષતા અનેક, વિજય કારિયાનો જન્મદિન

રાજકોટ :. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના રંગે રંગાયેલા રઘુવંશી અગ્રણી શ્રી વિજય કારિયા આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે. તેમનો જન્મ ૪ જૂન ૧૯૫૧ના રોજ થયેલ. આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના ૬૮માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

અમુલ ડેરીના ડેપોના રાજકોટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા તેમજ રાજકોટ નાગરીક સહકારી બેન્કના કમિટી મેમ્બર, ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ટેઝ અને સ્ક્રીન એવોર્ડ મુંબઈના સૌરાષ્ટ્રના પ્રોગ્રામર, સર્જન ફાઉન્ડેશનના ટ્રસ્ટી, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના પૂર્વ મીડિયા અધ્યક્ષ તેમજ લોહાણા મહાપરિષદના કારોબારી સભ્ય, લોહાણા યુથ ડેમોક્રેસી ચેરમેન વિગેરે સંસ્થાઓ સાથે રહી વિવિધ સામાજિક કાર્યો થકી સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ભારે લોક ચાહના અને બહો ળો મિત્ર સમુદાય ધરાવનાર શ્રી વિજય કારિયા હાલ શ્રી યોગીજીની વિચારધારા અને હિન્દુ યુવા વાહિનીના ઉદ્દેશોથી પ્રેરિત થઈને સંગઠનમાં સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ તરીકે જોડાઈને સેવા આપી રહ્યા છે.

આજે તેમના જન્મદિન નિમિતે હિન્દુ યુવા વાહિની વતી પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્માધ્યક્ષ જયરામદાસ બાપુ (કાગદડી), સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ દિલીપભાઈ દવે, મહામંત્રી મહેન્દ્રસિંહ તલાટીયા, મંત્રી ધર્મેશભાઈ વસંત, શૈલેન્દ્રભાઈ ટાંક, રાજકોટ મહાનગર અધ્યક્ષ ભાવેશભાઈ પિત્રોડા, ઉપાધ્યક્ષ રાજુભાઈ ઉમરાણીયા, સુધીરભાઈ પોપટ, મહામંત્રી સંજયભાઈ ગઢવી, નૈમિષ કનૈયા, ભાવિન ધીયા વિગેરેએ શુભેચ્છા પાઠવેલ છે.

મો. ૯૮૭૯૫ ૫૦૧૦૫ - રાજકોટ

(4:02 pm IST)