News of Saturday, 2nd June 2018

કાલે આરોગ્ય મિશન ડીરેકટર ગૌરવ દહિંયાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય અભિયાનના નિયામક શ્રી ગૌરવ દહિંયાનો જન્મ તા. ૩ જુન ૧૯૮૪ના દિવસે થયેલ આવતીકાલે ૩૫માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ૨૦૧૦ની બેંચના આઇ.પી.એસ. કેડરના અધિકારી અને મૂળ હરિયાણાના વતની છે. અગાઉ જામખંભાળીયામાં પ્રાંત અધિકારી, પાટણ અને બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી,  આરોગ્ય તથા વન અને પર્યાવરણ વિભાગમાં નાયબ સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે. તેમના ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૦૫૧તથા મો. નં. ૯૮૨૫૫ ૮૪૧૦૯ ગાંધીનગર.

(4:07 pm IST)
  • હવાઇના બિગ આઇલેન્ડ પર છેલ્લાં એક મહિનાથી સક્રિય કિલાઉ જ્વાળામુખીમાં બ્લાસ્ટ હજુ પણ યથાવત: હવાઇ ઓથોરિટી મુજબ અહીં ડઝનથી વધુ નાગરિકો લાવાના કારણે ફસાયેલા છે:બિગ આઇલેન્ડના નાગરિકોને 24 કલાકમાં જ આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ :તમામ લોકો વીજળી, સેલફોન કવરેજ વગર, ઉપરાંત પીવાના પાણી વગર રહે છે. access_time 1:22 am IST

  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST

  • ઉના : સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ : ગામમાં આવેલ 2 સિંહ પાછળ કાર ચલાવી સિંહને કરાયા હેરાન : સિંહને જોવાની લ્હાયમાં સિંહની પાછળ ચલાવાઈ કાર : સિંહ સંવર્ધનની વાતો વચ્ચે સતત સિંહોની પજવણીના વિડીયો સામે આવી રહ્યાં છે access_time 1:25 pm IST