Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવીનો જન્મદિવસ

રાજકોટ તા. ૨: ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી. કે. (વિરલદાન ખેંગારદાન) ગઢવીનો આજે જન્મદિવસ છે. શ્રી ગઢવીએ આજે સફળતમ કારકિર્દીના ૩૭ વર્ષ પુરા કર્યા છે.

કચ્છના વિંગણીયા ગામના વતની વી. કે. ગઢવીના પિતા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી છે અને મોટા ભાઇ નેવીમાં હતાં. મોટાભાઇને જોઇને તેમને ફોર્સમાં જોડાવાની ઇચ્છા થઇ હતી. ૨૦૦૮માં પીએસઆઇની સીધી ભરતીમાં સિલેકટ થયા બાદ પ્રથમ પોસ્ટીંગ દાહોદ ખાતે અપાયું હતું. એ પછી નવસારી બિલીમોરોમાં બે વર્ષ સુધી પ્રશંસનીય ફરજ બજાવી હતી. ત્યારબાદ વડોદરા એલસીબીમાં મુકવામાં આવ્યા હતાં. ૨૦૧૬માં પી.આઇ.નું પ્રમોશન મળતાં રાજકોટ શહેરમાં બદલી થઇ હતી. પ્રારંભે એક મહિનો ગાંધીગ્રામ પોલીસ મથકમાં અને બાદમાં ભકિતનગરમાં મુકાયા હતાં. હાલ અહિ જ ફરજ બજાવી રહ્યા છે. તેમને ઉચ્ચ અધિકારીઓ, સાથી કર્મચારીઓ, બહોળા મિત્ર વર્તુળ તરફથી સતત શુભકામના મળી રહી છે.

(12:41 pm IST)
  • રાજકોટ ડાંગર કોલેજમાં બોગસ ડિગ્રીનો મામલો :જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુ મહેતાની એસઓજીએ પૂછપરછ કરી :જિલ્લા ભાજપ કાર્યાલયથી ભાજપના અગ્રણી નેતાની અટકાયત :ડાંગર કોલેજના ટ્રસ્ટના પ્રમુખ છે ભાનુ મહેતા access_time 12:40 am IST

  • હવાઇના બિગ આઇલેન્ડ પર છેલ્લાં એક મહિનાથી સક્રિય કિલાઉ જ્વાળામુખીમાં બ્લાસ્ટ હજુ પણ યથાવત: હવાઇ ઓથોરિટી મુજબ અહીં ડઝનથી વધુ નાગરિકો લાવાના કારણે ફસાયેલા છે:બિગ આઇલેન્ડના નાગરિકોને 24 કલાકમાં જ આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ :તમામ લોકો વીજળી, સેલફોન કવરેજ વગર, ઉપરાંત પીવાના પાણી વગર રહે છે. access_time 1:22 am IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST